જીગ્નેશ મેવાણીની પ્રથમ પસંદ ગણાતા રમેશ ચાવડા કડીથી કોંગ્રેસના ઉમેદવાર
કડી વિધાનસભાની યોજનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા કડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપે જોટાણાના રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે.
રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે જાહેર લીડર હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા.
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીની પણ પ્રથમ પસંદ રહેનાર રમેશ ચાવડાને કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. રમેશ ચાવડા હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.