નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમવાર ગુજરાતી શોર્ટ ફિલ્મની એન્ટ્રી: કલોલના યુવાનની ‘એક્શન સ્ટાર’ તરીકે પસંદગી

નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમવાર ગુજરાતી શોર્ટ ફિલ્મની એન્ટ્રી: કલોલના યુવાનની ‘એક્શન સ્ટાર’ તરીકે પસંદગી

Share On

નેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમવાર ગુજરાતી શોર્ટ ફિલ્મની એન્ટ્રી: કલોલના યુવાનની ‘એક્શન સ્ટાર’ તરીકે પસંદગી

સ્ટોરી બાય પ્રશાંત લેઉવા 
ગુજરાતના શોર્ટ ફિલ્મ જગત માટે એક અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સમાચાર મુંબઈથી સામે આવ્યા છે. ગત તારીખ 01/03/2026 ના રોજ મુંબઈ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘નેશનલ સ્ટુડન્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં સમગ્ર ભારતભરમાંથી આવેલી અનેક શોર્ટ ફિલ્મો વચ્ચે ગુજરાતની બે શોર્ટ ફિલ્મોએ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. આ ફેસ્ટિવલમાં ગુજરાતમાંથી મોકલાયેલી ‘LUCKY THE SOLDIER’ અને ‘SAMAJ KA RAKSHAK’ શોર્ટ ફિલ્મોની સ્ક્રિનિંગ માટે પસંદગી કરવામાં આવી છે, જે ગુજરાત માટે એક મોટી સિદ્ધિ ગણાય છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આયોજિત આ રાષ્ટ્રીય સ્તરના ફિલ્મ ફેસ્ટિવલમાં સૌ પ્રથમ વખત કોઈ ગુજરાતી શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે, જેણે પ્રાદેશિક સિનેમાના ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચ્યો છે.

આ શોર્ટ ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કલોલના નિવાસી એવા લકી ભાઈએ પોતાની અદભૂત અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમની શ્રેષ્ઠ એક્શન અને પ્રભાવશાળી રજૂઆતને ધ્યાને રાખીને ફેસ્ટિવલ કમિટી દ્વારા તેમને ‘ACTION STAR’ તરીકેની કેટેગરીમાં ખાસ પસંદગી આપવામાં આવી છે. કલોલના યુવાનની આ રાષ્ટ્રીય સ્તરની ઓળખથી સમગ્ર પંથક ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. આ સફળતા પાછળ ગુજરાતના અંતરિયાળ ગામડાના યુવા ટેલેન્ટનો પણ મોટો ફાળો રહ્યો છે. ફિલ્મમાં VFX ડિરેક્ટર તરીકે નુગર જેવા નાના ગામડામાંથી આવતા જીગરભાઈ ઠાકોરે પોતાની ટેકનિકલ કુશળતા બતાવી છે, તો બીજી તરફ ગાંધીનગરના ઝાલુન્દ જેવા નાના ગામડામાંથી આવતા મ્યુઝિક ડાયરેક્ટર સંજયભાઈ ઠાકોરે આપેલું કર્ણપ્રિય સંગીત આખા ફેસ્ટિવલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ગુજરાતના નાના એવા ગામડાઓમાંથી આવતા આ કલાકારોએ જ્યારે મુંબઈ જેવા માયાનગરીના મંચ પર અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું, ત્યારે ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ યુવા કલાકારોની મહેનત અને સમર્પણે સાબિત કરી દીધું છે કે પ્રતિભા કોઈ ભૌગોલિક સીમાઓની મોહતાજ હોતી નથી. ગુજરાતના આ રત્નોએ મુંબઈમાં ગુજરાતી શોર્ટ ફિલ્મ જગતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવાન્વિત કરીને સાચા અર્થમાં ‘ગ્લોબલ ગુજરાતી’ હોવાનું પ્રમાણ આપ્યું છે.

કલોલ સમાચાર