કલોલ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ
સ્ટોરી બાય પ્રશાંત લેઉવા
કલોલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ઉમેદવારી ફોર્મ ભરવાના ધમધમાટ વચ્ચે આજે મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આજે ૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ નગરપાલિકાના ૧૧ વોર્ડ અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પોતાના પત્રો રજૂ કર્યા હતા.

તાલુકા પંચાયત: ૨૨ બેઠકો સામે ૧૭ ફોર્મ
તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો માટે આજે ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં મુખ્યત્વે નીચે મુજબના ઉમેદવારોનો સમાવેશ થાય છે:
આરસોડીયા: વિમળાબેન અશોકજી ઠાકોર.
ભોયણ મોટી: કેશીબેન નટુજી ઠાકોર અને મમતાબેન મિતેશકુમાર ઠાકોર.
સાંતેજ: સોનલબેન કમલેશજી ઠાકોર અને જશીબેન ભાવેશજી ઠાકોર.
નાસ્મેદ: નૂતનબેન રઈજીજી ઠાકોર અને મીનાબેન મંજેશકુમાર ઠાકોર.
નાંદોલી: અશોકજી ચમનજી ઠાકોર અને હસમુખ રમણલાલ પટેલ.
અન્ય ઉમેદવારો: મહેશજી ઠાકોર (ગોલથરા), રાજેશજી ઠાકોર (હાજીપુર), ગીતાબેન ચૌધરી (ખોરજડાભી), નરેન્દ્રસિંહ વાઘેલા (નારદીપુર), બળદેવજી ઠાકોર (પીયજ), રમેશજી ઠાકોર (રાંચરડા), બેબીબેન ઠાકોર (શેરીશા) અને ક્રિષ્નાબેન ઠાકોર (છત્રાલ-૨)
નગરપાલિકા: ૪૪ બેઠકો સામે ૨૦ ફોર્મ
કલોલ નગરપાલિકાની ૪૪ બેઠકો માટે કુલ ૨૦ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વોર્ડ વાઈઝ મુખ્ય ઉમેદવારો નીચે મુજબ છે:
વોર્ડ નં. ૧: રેખાબેન પ્રકાશકુમાર પટેલ અને હરેશ રમણભાઇ પાંચાણી.
વોર્ડ નં. ૨: હરીશભાઇ વાઘેલા, ફરજાનાબાનું સૈયદ, સલાઉદીન મલેક, યાસ્મીનાબીબી પઠાણ અને સંજયકુમાર વાઘેલા.
વોર્ડ નં. ૫: કૈલાસબેન પરમાર, શૈલેષભાઇ રાઠોડ અને દેવજીભાઇ પરમાર.
વોર્ડ નં. ૮: ઉદાજી ઠાકોર અને જશોદાબેન પરમાર.
વોર્ડ નં. ૧૦: મુકેશ જયસ્વાલ અને ગણપતજી ઠાકોર.
વોર્ડ નં. ૧૧: રાજેશકુમાર જાદવ, ઘનજીભાઈ પરમાર, પ્રતાપજી ઠાકોર, કાજલબેન ઠાકોર, રમીલાબેન જાદવ અને વિકાસકુમાર જાદવ.
આ ઉપરાંત, જિલ્લા પંચાયત માટે પણ આજે ૫ ફોર્મ ભરવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓ દ્વારા બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં તમામ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

