વેસ્ટ મેનેજમેન્ટ કંપની કરતી કંપની છત્રાલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ પ્રદુષણ ફેલાવવામાં નંબર 1, ફટકારાયો લાખોનો દંડ

વેસ્ટ મેનેજમેન્ટ કંપની કરતી કંપની છત્રાલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ પ્રદુષણ ફેલાવવામાં નંબર 1, ફટકારાયો લાખોનો દંડ

Share On
રિપોર્ટ બાય પ્રશાંત લેઉવા 
કલોલ, છત્રાલ અને ખાત્રજ પંથકમાં પ્રદૂષણ માફિયાઓ સામેની ‘કલોલ સમાચાર’ ની તપાસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે જે સાંભળીને તંત્ર પણ હચમચી જશે.
જે કંપની પ્રદુષણ રોકવાના દાવા કરે છે અને તેનું કામ અન્ય ઉદ્યોગોના ઝેરી કચરા અને કેમિકલયુક્ત પાણીને શુદ્ધ કરવાનું છે, તે Chhatral Enviro Management System Pvt. Ltd. પોતે જ પ્રદૂષણ ફેલાવવામાં દોષિત ઠરી છે અને તેને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કંપનીની વેબસાઈટ મુજબ, આ સંસ્થા 2016 થી કાર્યરત છે અને તે સેંકડો એકમોનું ‘સ્પ્રે ડ્રાયિંગ’ અને ‘સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ’ કરે છે. પરંતુ અમારી તપાસ અનુસાર, આ સંસ્થા પોતે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે. અન્ય કંપનીઓ પાસેથી લાખો રૂપિયા ફી લઈને તેમનો કચરો સાફ કરવાનો દાવો કરતી આ કંપનીએ પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડ્યું છે કે બોર્ડે તેમને દંડ કરવો પડ્યો?

જો વેસ્ટ મેનેજમેન્ટ કરતી કંપની જ નિયમો તોડે, તો તેનો સીધો અર્થ એ થાય કે છત્રાલ GIDC ના તમામ ઉદ્યોગોનું પ્રદૂષણ સુરક્ષિત રીતે નિકાલ થવાને બદલે ખુલ્લામાં અથવા ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવતું હોઈ શકે. આ એક ખૂબ જ ગંભીર વિષય છે કારણ કે આખા પંથકની કંપનીઓ પોતાનું ઝેરી પાણી અહીં મોકલે છે.

કલોલ સમાચારના કેટલાક સવાલો છે   જે કંપનીનું વિઝન ‘Clean and Green Environment’ છે, તેને જ દંડ કેમ થયો?  શું આ કંપની અન્ય ઉદ્યોગો પાસેથી કચરો લઈને તેનો નિકાલ કર્યા વગર જ ગેરકાયદેસર ઠાલવી રહી છે?  GPCB એ આટલો મોટો દંડ કર્યા પછી પણ કંપની સામે કડક કાર્યવાહી કેમ ન કરી?  આશા રાખીએ આ સવાલોના જવાબ મળે…

કલોલ સમાચાર