મહેસાણાની ખારી નદીમાં કેમિકલ ઠાલવતા કલોલની છત્રાલ એન્વાયરમેન્ટ કંપનીના 2 ટેન્કરો જપ્ત

મહેસાણાની ખારી નદીમાં કેમિકલ ઠાલવતા કલોલની છત્રાલ એન્વાયરમેન્ટ કંપનીના 2 ટેન્કરો જપ્ત

Share On

મહેસાણાની ખારી નદીમાં કેમિકલ ઠાલવતા કલોલની છત્રાલ એન્વાયરમેન્ટ કંપનીના 2 ટેન્કરો જપ્ત

Report By Prashant Leuva

 

‘કલોલ સમાચાર’ દ્વારા અગાઉ છત્રાલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ (CEMSPL) ની કાળી કુંડળી અને બેદરકારી અંગે આપેલા વિગતવાર અહેવાલો પર હવે સત્તાવાર મહોર મારીાઈ ગઈ છે. કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના મોટા મોટા દાવા કરતી છત્રાલ એન્વાયરો કંપનીનો વધુ એક મોટો અને શરમજનક કાંડ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પર્યાવરણનું જતન કરવાનો ‘ઠેકો’ લઈને બેઠેલી આ કંપની પોતાની ફેક્ટરીના દૂષિત કેમિકલને શુદ્ધ કરવાને બદલે મોડી રાત્રે અવાવરૂ જગ્યાઓએ અને લોકમાતા ગણાતી નદીઓમાં સીધું જ ઠાલવી દેતી હોવાનો પર્દાફાશ થયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ટીમે મહેસાણાની ખારી નદીમાં ચોરીછૂપીથી ઝેરી કેમિકલ ઠાલવવા ગયેલા છત્રાલ એન્વાયરોના ૨ ટેન્કરોને રંગેહાથ ઝડપી પાડીને ₹૬ લાખનો દંડ ફટકારતાં કાગળ પર સાફ-સફાઈ બતાવતી આ સંસ્થાની અસલી પોલ ખુલ્લી પડી ગઈ છે.

પ્રદૂષણ મુક્ત પર્યાવરણના નામે ઉદ્યોગો પાસેથી લાખો રૂપિયા વસૂલતી આ કંપની પોતે જ કાયદાના ધજાગરા ઉડાડીને નદી-નાળાઓમાં વિષકારી રસાયણો છોડી રહી છે, જે આસપાસના જળ સ્ત્રોતો અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યું છે. અગાઉ પણ વારંવાર દંડિત થયા બાદ અને ક્લોઝર ઓર્ડર ભોગવ્યા પછી પણ આ કંપની સુધરવાનું નામ નથી લઈ રહી અને હવે ટેન્કરો મારફતે અન્ય વિસ્તારોની નદીઓમાં પણ ઝેર ઘોળવાનું પાપ આચરી રહી છે.

‘કલોલ સમાચાર’ના પર્દાફાશ બાદ જીપીસીબીની આ કડક કાર્યવાહીથી સાબિત થયું છે કે આ સંસ્થા રક્ષક નહીં પરંતુ પર્યાવરણની ભક્ષક છે. ટેન્કરો પકડાયા બાદ અને દંડ થયા પછી હવે જનતા માંગ કરી રહી છે કે નદીઓમાં વિષ ઘોળતી આવી બેદરકાર કંપની સામે માત્ર દંડકીય કાર્યવાહી કરવાને બદલે તેના જવાબદારો સામે કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : છત્રાલમાં પ્રાણીની બખોલમાં અડધી ફસાયેલી લાશ મળી, વાંચો શું છે સમગ્ર મામલો

કલોલ સમાચાર