કલોલના મોટી ભોંયણમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું: CID ક્રાઈમે ₹3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલના મોટી ભોંયણમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું: CID ક્રાઈમે ₹3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share On

કલોલના મોટી ભોંયણમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું

Report By Prashant Leuva

કલોલ તાલુકાના મોટી ભોંયણ વિસ્તારમાં ઘોડાના તબેલાની આડમાં ધમધમતા ગેરકાયદે ગેસ રિફિલિંગના મોટા નેટવર્કનો ગાંધીનગર સીઆઈડી (CID) ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે મોટી ભોંયણ ખાતે આવેલા તબેલા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.

જ્યાં કોઈપણ પ્રકારના સલામતીના સાધનો કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યા વિના, ખ્યાતનામ કંપનીઓના કોમર્શિયલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરોમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે જોખમી રિફિલિંગ કરવામાં આવી રહ્યું હતું.

લોકોના જીવ જોખમમાં મૂકીને ચાલતા આ કાળા કારોબાર પર ત્રાટકેલી ટીમે સ્થળ પરથી ૧૫૧ નંગ ગેસ સિલિન્ડર, ડુપ્લિકેટ સીલ, સ્ટીકરો, ઇલેક્ટ્રિક વજન કાંટો તેમજ રિફિલિંગ માટે વપરાતી મોટર સહિત કુલ ₹૩.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખસની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ પણ સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દંતાલી ગામમાંથી આવું જ ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું, ત્યારે ફરી એકવાર કલોલ પંથકમાં જીવલેણ વિસ્ફોટનું જોખમ ઊભું કરતા આ નેટવર્કનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે.

સીઆઈડી ક્રાઈમે ઝડપાયેલા આરોપી સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કલોલ સમાચાર