કલોલ શહેર તાલુકામાં કોરોનાના 17 કેસ નોંધાતા હડકંપ,લોકો હજુ પણ બિન્દાસ 

કલોલ શહેર તાલુકામાં કોરોનાના 17 કેસ નોંધાતા હડકંપ,લોકો હજુ પણ બિન્દાસ 

Share On

Khodiyar Parotha

કલોલમાં કોરોનાના 17 કેસ નોંધાતા હડકંપ

કલોલમાં કોરોના વિસ્ફોટ થયો છે.  શહેર અને તાલુકામાં મળીને કુલ 17 કેસ નોંધાયા છે છતાં લોકો હજુ બિન્દાસ બનીને બહાર માસ્ક વગર ફરી રહ્યા છે. ઉત્તરાયણનો તહેવાર સામે હોવાથી અનેક લોકોમાં ખરીદી માટે બજારમાં આવતા હોય છે જેને કારણે સંક્રમણ વધવાની શક્યતા રહેલ છે.આમ લોકો માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય છે.

કલોલ શહેરમાં એક સાથે 7 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. બોરીસણામાં 12 વર્ષનો બાળક અને 37 વર્ષનો યુવાન કોરોનામાં સપડાયા છે. આ ઉપરાંત જાસપુર-દંતાલીમાં આવતા અદાણી શાંતિગ્રામમાં કુલ 7 કેસ, ખાત્રજ અને મોટી ભોયણમાં પણ એક એક કેસ નોંધાયો છે.

MD Auto World

ગુજરાતમાં શનિવારે 5677 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. 1359 સાજા થયા હતા અને કોઈનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.55 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 8.22 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,128 લોકોના મોત થયા છે. હાલમાં 22,901 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજસ્થાનમાં  શનિવારે 4108 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. 227 લોકો સાજા થયા છે, જ્યારે 2 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.70 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી 9.47 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,971 લોકોના મોત થયા છે. અહીં 14,166 સક્રિય કેસ છે.

Jolly Car

દેશમાં કોરોના રોગચાળાના ત્રીજા મોજામાં, પ્રથમ વખત ચેપનો આંકડો 1.5 લાખને પાર કરી ગયો છે. 24 કલાકમાં ચેપના 1 લાખ 59 હજાર 424 કેસ નોંધાયા છે. આજે 40 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે ચેપને કારણે 327 લોકોના મોત થયા છે. રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર (41,434), દિલ્હી (20,181) અને બંગાળ (18,802)માં સૌથી વધુ દર્દીઓ છે. માત્ર 10 રાજ્યોમાં જ 1.26 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે.

કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો : https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

કલોલ સમાચાર