City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા 

City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા 

Share On

કલોલ City માં ચોરો બેફામ બની ગયા છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસે ચોરી થયા બાદ હવે હાઇવે વિસ્તારની એક સ્ટેશનરીની દુકાનમાં ચોરી થઇ છે. શારદા સર્કલની પાસે આવેલ વીએસ સ્ટેશનરીની દુકાનમાં તસ્કરો રોકડા ચોરીને ફરાર થઇ ગયા હતા.

ચોરોએ દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ અંદર રહેલ ગલ્લાનું લોક તોડી રૂ. 30 થી 35 હજારની રોકડ તેમજ ધો. 11ની ગાઈડો અને ચોપડીઓ સહિત સીસીટીવી કેમેરાનું ડિવીઆર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

Kalol  City ટ્રાફિકનો એક્સલુઝીવ Video

https://youtu.be/0fz8xYFcjK8

અત્રે નોંધનીય છે કે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ સેલ્યરાજ ટાવરમાં વિરલ શાહ પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ કલોલ શહેરના સરદાર બાગ પાસે આવેલ વર્ધમાન નગર વિસ્તારમાં વી.એસ સ્ટેશનર્સ નામની દુકાન ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.આ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળ તપાસ ચલાવી છે.

કલોલના એક્સક્લુઝિવ વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલને અચૂક સબ્સ્ક્રાઇબ કરો  :  https://www.youtube.com/channel/UCPCLsYkUaIM9U5t49dVM3qg

 

આ પણ વાંચો : 

 કલોલ વિશે જાણવા જેવું……..

 અદભુત ! કલોલના આ પાંચ ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ

 

  • કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરના કલોલમાં આવેલા બંગલોમાં તસ્કરોએ ત્રાટકીને હાહાકાર મચાવી દીધો હતો.
  • અહીં ચોરોએ   ત્રણ led TV, સોનાના દાગીના તેમજ બે લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી
  • તસ્કરોએ ઠંડા કલેજે ધારાસભ્યના બંગલોમાં તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો
  • બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન તસ્કરો ઘરમાંથી ચોરી કરીને નાસી ગયા છે.
  • પોલીસને દારૂ-જુગારના અડ્ડાઓ તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓની બાબતોમાં જ રસ હોય એવું લાગી રહ્યું છે
  • ધારાસભ્ય ઉમેર્યું હતું કે ગઈકાલે તસ્કરોએ ચોરીની ઘટનાને જે અંજામ આપ્યો છે એમાં સોનાના દાગીના, ટીવી તેમજ બે લાખ રોકડાની ચોરાઈ છે.

 

કલોલ સમાચાર