મહિલાનું અપહરણ કરનાર પાડોશી હોટલ માલિક
કલોલમાં આવેલ પંચવટી વિસ્તારની સરસ્વતી સોસાયટીમાં એક મહિલાનું અપહરણ થયું હતું. મહિલાને ચાર કલાક ઘરમાં બંધક બનાવીને સાંજે બહાર લઇ ગયા હતા. આ ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે.આ બનાવ સંદર્ભે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મહિલાનું અપહરણ કરનાર કલોલમાં આવેલ તિરુપતિ હોટલના માલિક મિતુલ મહેશભાઇ પટેલની ધરપકડ કરી હતી. તેણે આ ઘટના તેની હોટલના કર્મચારીઓ સાથે મળીને અંજામ આપ્યો હતો.
મહિલાના પાડોશી એવા મિતુલ પટેલે ખંડણી માટે અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા બપોરે ઘરના એકલા હતા ત્યારે સોલાર પેનલ રીડિંગમાં તકલીફ હોવાનું જણાવી એક યુવક ઘરમાં ઘુસી ગયો હતો. બાદમાં અન્ય પાંચ યુવાનો પણ ઘરમાં ઘુસી ગયા હતા. આ લોકોએ લોકરની ચાવી માંગી હતી પરંતુ ચાવી તેના પતિ પાસે હતી. આ બાદ સાંજે મહિલા ઘર બહાર લઇ ગયા હતા અને ચાર વાગ્યે સવારે બોરીસણા રોડ પર ઉતારી ભાગી છૂટ્યા હતા.
પોલીસે ગાડીની અવર જવર ઉપરથી મિતુલ પટેલની પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. મિતુલને પૈસાની જરૂર હોવાથી આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. તેણે મહિલાના પતિને ખંડણી માટે પણ ફોન કર્યો હતો જોકે તેઓએ ઉપાડયો નહોતો.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
