કલોલમાં પૈસા લેતી દેતીમાં બે યુવકોને બરડામાં ચપ્પાના ઘા મરાયા
કલોલમાં દિનપ્રતિદિન મારામારી સહીતના બનાવો વધતા જાય છે. થોડા દિવસ પૂર્વમાં પિતા પુત્ર પર હુમલો કરાયો હતો. હવે બારોટ વાસમાં પૈસાની લેતી દેતી બાબતે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. પૈસા બાબતે માથાકૂટ થતા શખ્સે ઉશ્કેરાઈને બે યુવકો પર ચાકુના ઘા મારી દીધા હતા જેને કારણે હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે.
ઘટનાની વિગત અનુસાર નિકુલ દંતાણીને બારોટવાસ માં રહેતા દેવલભાઈએ વ્યાજે પૈસા આપ્યા હતા. નવઘણ દંતાણી અને સંજય ત્યાંથી પસાર થઇ રહ્યા હતા તો દેવલભાઈ બેઠા હતા. તેઓએ દેવલભાઈને કહ્યું હતું કે અમારા જમાઈ નિકુલ પાસેથી કેમ વધુ વ્યાજ લો છો. આમ કહેતા દેવલ ઉશ્કેરાઈ ગયો હતો.તેણે એક્ટિવામાંથી ચાકુ બહાર કાઢી નવઘણ અને સંજય પર હુમલો કરી બરડામાં ચપ્પાના ઘા માર્યા હતા. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બાબતની પોલીસ ફરિયાદ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો