કલોલ પાસેથી 9 લાખનો દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી એલસીબી 

કલોલ પાસેથી 9 લાખનો દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી એલસીબી 

Share On

કલોલ પાસેથી 9 લાખનો દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી એલસીબી

કલોલ હાઇવે પરથી પસાર થતી ટ્રકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આશરે 9 લાખની કિંમતનો દારૂ પકડવામાં સફળતા મેળવી છે.અમદાવાદ-મહેસાણા હાઇવે પરથી ઘણી દારૂ ભરેલ ટ્રક પસાર થતી હોય છે તેવા સંજોગોમાં એલસીબીએ કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ હાઇવે ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટ્રક પસાર થવાની છે તેવી બાતમી મળતા એલસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને અટકાવાઈ હતી. ટ્રક અટકાવી અંદર તપાસ કરતા ટ્રકમાં કોથળીમાં પેક કરેલ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસને ટ્રક માંથી વિદેશી દારૂ અને બિયરની 217 પેટી મળી આવી હતી. પોલીસે ટ્રક સહીત 13,74,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ હરિયાણામાંથી દારૂ મોકલનાર વિક્રમસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પંચવટીના ઔડા ગાર્ડનમાં લુખ્ખા તત્વોએ બાંકડા તોડ્યા,લોકોમાં રોષ 

કલોલ પૂર્વમાં વાંદરો કરડતા લોકોમાં ભયનો માહોલ, એક વ્યક્તિ સિવિલમાં દાખલ 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર