કલોલના ધમાસણામાં કોણ 250થી વધુ મૃત મરઘીઓ નાંખી ગયું ?
કલોલમાં ધમાસણા ગામમાં ચકચારી ઘટના બની છે. ગામની સીમમાં કોઈ ટેમ્પા ચાલક મરઘીઓનો ઢગલો કરી જતા ચકચાર મચી છે. આ તમામ મરઘીઓ મૃત હાલતમાં મળી હતી. મરઘીઓ ખાડો ખોદીને દાટવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગામમાં ગઈકાલે વહેલી સવારે ટેમ્પા ચાલક મૃત મરઘીઓ નાંખી ભાગી છૂટ્યો હતો. લોકોને બનાવની જાણ થતા ટોળા એકત્ર થયા હતા. ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ખાડો ખોદી તેમાં મરઘીઓનો નિકાલ કરાયો હતો. મૃત મરઘીઓની વાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આસપાસના કોઈ પોલ્ટ્રી ફાર્મ દ્વારા અહીં મરઘાં નાખવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તમામ મરઘીઓને જેસીબીથી ખાડો ખોદી દાટી દેવાઈ હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો


1 thought on “કલોલના ધમાસણામાં કોણ 250થી વધુ મૃત મરઘીઓ નાંખી ગયું ?”