પલિયડમાં ભાજપના ઉમેદવારના ફોટાવાળા તેલના ડબલા વહેંચાયાનો આક્ષેપ

પલિયડમાં ભાજપના ઉમેદવારના ફોટાવાળા તેલના ડબલા વહેંચાયાનો આક્ષેપ

Share On
  ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કલોલ તાલુકાના પલિયડ ગામમાંથી એક વિવાદાસ્પદ ઘટના સામે આવી રહી છે. પલિયડમાં ભાજપના ઉમેદવારના ફોટા સાથેના ખાદ્ય તેલના ડબલાઓનું વિતરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, પલિયડ ગામના વિવિધ વિસ્તારોમાં મતદારોને રીઝવવા માટે તેલના ડબલા આપવામાં આવ્યા છે. આ ડબલાઓ પર ભાજપના ઉમેદવારનો ફોટો અને પક્ષનું ચિન્હ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિપક્ષ અને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આદર્શ આચારસંહિતા મુજબ, ચૂંટણી ટાણે મતદારોને લોભામણી લાલચ આપવી અથવા ભેટ-સોગાદો વહેંચવી એ ગુનો બને છે.

કલોલ સમાચાર