કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે તો ઉર્વશી પટેલ અને શૈલેષ પટેલ જેવા સુપર એક્ટિવ નેતાઓ જ ચાલે,કલોલની પ્રજામાં ગણગણાટ

કલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે તો ઉર્વશી પટેલ અને શૈલેષ પટેલ જેવા સુપર એક્ટિવ નેતાઓ જ ચાલે,કલોલની પ્રજામાં ગણગણાટ

Share On

કલોલવાસીઓને સાંભરી જૂની બોડી : જનતા વચ્ચે રહેનારા ઉર્વશી પટેલ અને શૈલેષ પટેલની વર્તાતી ભારે ખોટ

 

Report By Prashant Leuva 

કલોલ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નેતૃત્વ કેવું હોવું જોઈએ? આ સવાલનો જવાબ અત્યારે કલોલની જનતાના મુખે એક જ સાંભળવા મળી રહ્યો છે. કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો ઉર્વશી પટેલ અને શૈલેષ પટેલના કાર્યકાળને યાદ કરીને આજે કલોલની જનતામાં એક જ ગણગણાટ ચાલી રહ્યો છે કે, “શહેરનો વિકાસ કરવો હોય તો પ્રમુખ તરીકે આવા સુપર એક્ટિવ નેતાઓ જ ચાલે!”

હાલના સમયમાં કલોલવાસીઓ આ બંને લોકપ્રિય પ્રમુખોની ખોટ વર્તાવી રહ્યા છે. લોકમુખે ચર્ચાતા મુદ્દાઓ પર નજર કરીએ તો આ બંને નેતાઓએ કલોલના વિકાસમાં અને લોકપ્રશ્નોના નિકાલમાં અદભુત ભૂમિકા ભજવી હતી.

1. ભૌગોલિક પરિસ્થિતિના ચોક્કસ જાણકાર

ઉર્વશી પટેલ અને શૈલેષ પટેલ સમગ્ર કલોલ શહેરની ભૌગોલિક પરિસ્થિતિથી રગેરગ વાકેફ હતા. કયા વિસ્તારમાં કઈ સમસ્યા છે, કઈ સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાય છે કે કયા રોડ પર ટ્રાફિકની સમસ્યા રહે છે, તેની તેમને ચોક્કસ માહિતી રહેતી. આ જ કારણે તેઓ કોઈ પણ સમસ્યાનું સચોટ આયોજન કરી શકતા હતા.

2. સમસ્યાના સ્થળે ‘ઓન ધ સ્પોટ’ હાજરી

શહેરમાં રોડ-રસ્તા, ગટર કે પીવાના પાણીની કોઈ પણ સમસ્યા સર્જાય, આ બંને પ્રમુખો માત્ર ઓફિસમાં બેસી રહેનારા નહોતા. ફરિયાદ મળતા જ તેઓ જાતે જ ઘટનાસ્થળે પહોંચી જતા હતા.

કામ કરવાની આગવી શૈલી: સ્થળ પર પહોંચીને તેઓ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને રૂબરૂમાં જ જરૂરી દિશા-નિર્દેશો આપતા, જેના કારણે કામગીરી અત્યંત ઝડપી અને ગુણવત્તાયુક્ત થતી.

3. ગેરકાયદે દબાણો સામે મજબૂત વલણ

કલોલ શહેરના વિકાસમાં નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણો હટાવવામાં બંને પ્રમુખોએ ખૂબ જ મજબૂત અને કડક ભૂમિકા ભજવી હતી. કોઈ પણ રાજકીય દબાણ વગર, શહેરના હિતમાં તેમણે લીધેલા નિર્ણયોને કારણે કલોલના મુખ્ય માર્ગો મોકળા બન્યા હતા.

શૈલેષ પટેલ: વહેલી સવારે ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર મોનિટરિંગ

શૈલેષ પટેલની કામ કરવાની પદ્ધતિથી કલોલની જનતા ખૂબ પ્રભાવિત હતી. તેઓ વહેલી સવારે જ આખા શહેરના મોટા ભાગના વિસ્તારોનું ચક્કર મારી લેતા હતા. સફાઈ કામદારો સમયસર આવ્યા છે કે નહીં, ક્યાંય કચરાના ઢગલા છે કે નહીં, તે તમામ બાબતોનું તેઓ વહેલી સવારે જાતે જ મોનિટરિંગ કરતા, જેથી નાગરિકોનો દિવસ સુધરી જતો.

ઉર્વશી પટેલ: મહિલા સશક્તિકરણની જીવતીજાગતી મિશાલ

નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉર્વશી પટેલે માત્ર વહીવટી કુશળતા જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણની એક અનોખી મિશાલ રજૂ કરી હતી. એક મહિલા હોવા છતાં, અડગ રહીને પુરુષસમવડી બનીને તેમણે જે રીતે વહીવટ સંભાળ્યો અને લોકોના પ્રશ્નો ઉકેલ્યા, તે આજે પણ કલોલની મહિલાઓ અને નાગરિકો માટે પ્રેરણારૂપ છે.

જનતાનો સુર: “પ્રજા વચ્ચે રહેનારા પ્રમુખની ખોટ”

આજે કલોલની જનતા ખુલ્લેઆમ ચર્ચા કરી રહી છે કે કલોલને ફરીથી ઉર્વશી પટેલ અને શૈલેષ પટેલ જેવા પ્રજાની વચ્ચે રહેનારા, પ્રજાના સુખ-દુઃખમાં ભાગીદાર બનનારા અને ૨૪ કલાક એક્ટિવ રહેનારા નેતૃત્વની જરૂર છે. અત્યારે પણ આ બંને પૂર્વ પ્રમુખોનો કાર્યકાળ લોકોના દિલોદિમાગ પર છવાયેલો છે.

કલોલ સમાચાર