દબાણ હટાવવા ભાજપના જ નગરસેવકોએ અવાજ ઉઠાવતા હડકંપ
કલોલમાં બેફામ દબાણો થઇ ગયા છે. પાડોશી કડી અને મહેસાણા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઇ રહી છે. પરંતુ કલોલમાં પાલિકા તંત્ર ગેરકાયદે દબાણ સામે નિંદ્રાધીન છે. જેને લઈને સત્તાધારી ભાજપ પક્ષના નગરસેવકોમાં જોવા મળી રહ્યો છે.
કલોલ છેલ્લા કેટલાય સમયથી દબાણ હટાવવા માટે જાગૃત નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. બીજી તરફ કંટાળેલ કાઉન્સિલરોએ જ હવે નગરપાલિકા સામે બાંયો ચડાવી દબાણ હટાવવા રજૂઆત કરી છે. વોર્ડ નંબર 8 અને સમગ્ર કલોલમાં બિલાડીના ટોપની માફક ઠેર ઠેર ગેરકાયદે દબાણો ફૂટી નીકળ્યા છે.
રોજબરોજની સમસ્યાથી હેરાન થઈને કાઉન્સિલર ચેતન પટેલ તેમજ જગદીશ પ્રજાપતિ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ ને ઉદ્દેશીને અરજી કરી છે. એક વર્ષ અગાઉ વોર્ડ નંબર 8માં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની અરજી આપેલ હતી પરંતુ તેના પર કોઈ અમલ થયો નહોતો.હાલ દબાણના કારણે અન્ય સમસ્યાઓ વકરી રહી છે તેવા સંજોગોમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. શહેરમાં સ્ટેશન રોડ,નવજીવન રોડ,ટાવર, રેલવે પૂર્વ વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં દબાણો ફૂટી નીકળ્યા છે જેને લઈને લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કલોલની જાસપુર કેનાલમાં કૂદીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
2 thoughts on “કલોલમાં દબાણ હટાવવા ભાજપના જ નગરસેવકોએ અવાજ ઉઠાવતા પાલિકામાં હડકંપ”