કલોલમાં નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કવાયત હાથ ધરાઈ 

કલોલમાં નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કવાયત હાથ ધરાઈ 

Share On

કલોલમાં નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કવાયત હાથ ધરાઈ

કલોલ શહેર તેમજ આસપાસના ઔડા વિસ્તારના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે નગરપાલિકાને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની મંજૂરી મળી છે. 33 MLD ની ક્ષમતા ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ 46.64 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ નવો સુએઝ પ્લાન્ટ તૈયાર થઇ જવાથી નાગરિકો અને આસપાસના ગામોના ખેડૂતોને ગટરના પાણી અને ગંદકીથી રાહત મળશે.
કલોલમાં ગંદા પાણીના નિકાલ માટે હાલ 23.50 એમએલડી ક્ષમતા અને 6 ઓક્સિડેશન પોન્ડ ધરાવતો સુએઝ પ્લાન્ટ 1985થી કાર્યરત છે. શહેરની વધતી જનસંખ્યાને જોતા નવા સુએઝ પ્લાન્ટ તૈયાર કરવાની જરૂર ઉભી થઇ  હતી. આ પ્લાન્ટમાં કલોલ નગરપાલિકા વિસ્તાર સિવાય સઈજ અને બોરીસણા જેવા ઔડા વિસ્તારનું ગટરનું પાણી આવતું હોવાથી 33 એમએલડીનો નવીન સુએઝ પ્લાન્ટ બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું.
આ માટે પાલિકા પ્રમુખ દ્વારા સરકાર અને ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવી હતી જેનું હકારાત્મક પરિણામ મળ્યું છે. પાલિકા દ્વારા સૂચિત નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્ટેટ લેવલની ટેકનીકલ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ગુરુકુળના પાછળના ભાગે બનનાર  46.64 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર સુએઝ પ્લાન્ટ માટે ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર