આ રાજ્યમાં સરકારી નોકરી માટે ઇન્ટરવ્યૂ નહીં લેવાય
રાજસ્થાનમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. આ ર્નિણય રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ સહિત ૪ સેવાઓ સિવાય અન્ય તમામ સરકારી નોકરીઓ પર લાગુ થશે.
થોડા સમય પહેલા રાજ્ય સરકારની ભરતી માટેના ઈન્ટરવ્યુને નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેને મંજૂરી આપી દીધી છે એટલે કે, હવે મોટાભાગની ભરતીઓમાં લેખિત પરીક્ષા દ્વારા જ પાત્ર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને આ મહત્વપૂર્ણ ર્નિણયની જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતીમાં પારદર્શિતા લાવવા અને ઇન્ટરવ્યુ અંગે ઉમેદવારોની શંકા દૂર કરવા નિયમોમાં સુધારો કરીને ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે. નિયમોમાં સુધારો કરીને ઈન્ટરવ્યુને સંપૂર્ણપણે દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ