સિવિલ માં પ્રસુતિ સમયે ડોક્ટર હાજર ન રહેતા નવજાત શિશુનું મોત
કલોલ સિવિલ હોસ્પિટલ તેના છબરડા માટે બદનામ થઇ ગઈ છે. સિવિલ માં કામ કરતા ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે એક નવજાત શિશુએ પોતાની જિંદગી ગુમાવી છે.સનીભાઈ રમેશભાઈ દેવીપુજક પોતાની પત્ની કાજલ સની ભાઈ દેવીપુજક (ઉ.વ – 24) ગર્ભવતી હોવાથી તેમની પત્નીને લઈને કલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે આવ્યા હતા. તે દરમિયાન ડોક્ટર દ્વારા તેમની પત્નીને દાખલ થવા માટે કહેવામાં આવ્યું હતું.
કાજલબેન ને સાંજ ના સમય પર પ્રસુતિપીડા ઉપડતા તેમનેે ઓપરેશન રૂમમાં લઇ જવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આ સમગ્ર પ્રસુતિ દરમિયાન ડોક્ટર ઓપરેશન રૂમમાં હાજર રહ્યા ન હતા જેથી કાજલબેન ની પ્રસુતિ સિવિલની સ્ટાફ નર્સ અને સફાઈકર્મી દ્વારા કરવામાં આવી હતી. જેથી ડોક્ટર તેમજ સિવિલ સ્ટાફ ની ઘોર બેદરકારીના કારણે તેમજ ઓપરેશન માં ચૂક રહી જવાના લીધે પ્રસુતિ દરમ્યાન નવજાત શિશુનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિજનોએ કર્યો છે.
કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો