ST ના ગ્રામ્ય રૂટો બંધ કરવાની શક્યતા
કોરોનાની અસર સરકારી ST બસ ઉપર પણ પડી છે. કલોલ બસ ડેપો પણ તેમાંથી બાકાત નથી. કલોલ ડેપોમાં મુસાફરો નહીં મળે તો ખોટ કરતા એસ.ટી.બસોના ગ્રામ્ય રૂટો બંધ કરવાની શક્યતા સર્જાઈ છે. કલોલ એસટી ડેપો દ્વારા દિવસના 350થી વધુ રૂટ નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જોકે કલોલ તાલુકાના ગામડાના રોડ ઉપર મુસાફરો મળતા ન હોવાથી આવા રૂટ બંધ કરવાની નોબત આવી છે.જોકે મુસાફરોને તકલીફ ના પડે તે માટે ડેપોના અધિકારીઓ દ્વારા ગામડાઓના સરપંચોનું સાથે બેઠક યોજવામાં આવી હતી તેમજ ચર્ચા વિચારણા કરીને તેમના સૂચનો મેળવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે કલોલ ડેપો દ્વારા ગામડામાં દોડવાતી બસોમાં મુસાફરો નહિવત પ્રમાણમાં હોય છે જેને લીધે કલોલ ડેપો ખોટ કરી રહ્યું છે. કોરોના કાળમાં લોકોની ખરીદશક્તિ ઘટી હોવાથી હવે બહાર જવાનું ટાળે છે. આ કારણે પણ મુસાફરો ઘટયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ખાનગી વાહનો રિક્ષાઓ અને ઇકો તરત જ મળી જતા હોવાથી મુસાફરો તેમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.
1 thought on “કલોલમાં લોકોએ બસમાં બેસવાનું ઓછું કર્યું,ખોટ કરતા રૂટ બંધ કરવાની નોબત ”