પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ
કલોલમાં પ્રધાનમંત્રી દક્ષ યોજના અંતર્ગત કૌશલ્ય વર્ધન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ૧૫ દિવસ ચાલનાર હોટલ મેનેજમેન્ટ કોર્સમાં જોડાનાર ભાઈઓ અને બહેનોને કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડીયા,નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ,પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી નીલેશભાઈ આચાર્ય,નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મુકુંદભાઈ પરીખ,જ્ઞાન જ્યોત શિક્ષણ સમિતિના સ્થાપક જયદીપભાઇ વ્યાસ અને ભાનુભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
કલોલના રેલવે અંડરબ્રિજમાં ગાયોનો ત્રાસ,વાહન ચાલકોમાં રોષ