કલોલ પોલીસે બાતમીને આધારે પાંચ જુગારીઓ ઝડપ્યા 

 કલોલ પોલીસે બાતમીને આધારે પાંચ જુગારીઓ ઝડપ્યા 

Share On

કલોલ પોલીસે બાતમીને આધારે પાંચ જુગારીઓ ઝડપ્યા

 કલોલ શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુખીવાસમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 11,400 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલોલમાં જુગારની બદી વ્યાપકપણે ફેલાઈ ગઈ છે. પોલીસની નજરોથી દુર છાનેખૂણે જુગાર રમાતો હોય છે.કલોલના મુખીવાસમાં પાંચ શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પોલીસની પેટ્રોલિંગ ટીમને મળી હતી. આ બાતમીને પગલે પોલીસ ટિમ બાતમીને સ્થળે પહોંચીને જુગારીઓને કોર્ડન કરી લીધા હતા.પોલીસે મુખીવાસમાં જુગાર રમતા અરવિંદ અંબાલાલ પટેલ,પોપટભાઈ અંબાલાલ પટેલ,સંજય ધનીરામ રાઠોડ,પરેશ શાંતિલાલ શાહ,રજનીકાંત સુખદેવભાઈ પટેલને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પર દાવ પર મૂકેલ અને અંગજડતીના કુલ રૂ.11,400 જપ્ત કર્યા હતા. કલોલ શહેર પોલીસે આ પાંચ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ સમાચાર