કલોલના પલસાણા ગામમાંથી પાંચ જુગારીઓને ઝડપી લેતી પોલીસ
કલોલ તાલુકાના પલસાણા ગામમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પલસાણા ગામમાં આવેલ સોનાપરુ ખાતેના ખેતરમાં ખુલ્લામાં ઝાડ નીચે બેસી કુંડાળું વળી જાહેરમાં કેટલા ઈસમો પોતાના અંગત આર્થિક ફાયદા સારું ગંજી પાનાથી પૈસાથી તીન પત્તીનો જુગાર રમી રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા પોલીસ પહોંચી હતી.
અહીં જોતા કેટલાક ઈસમો નીચે બેસી જાહેરમાં જુગાર રમતા હોય તેઓને જે તે જગ્યાએ કોર્ડન કરી રેડ કરતા ત્યાં બેસેલા જુગારીઓ ભાગવા જતા મને પકડીને જે તે સ્થિતિમાં બેસી રહેવા સૂચના કરી તેમને વારાફરતી રૂબરૂ નામ પૂછપરછ કરી અંગજડતી કરી હતી જેમાંથી દિલીપજી રમણજી ઠાકોર અને કિશોરકુમાર ભવનજી ઠાકોર મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે અજયજી અમિતજી ઠાકોર, ગલાજી રમણજી ઠાકોર અને જવાનજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
