બ્રિજ ઉપરથી બસો લઇ જવાતા મુસાફરોને અગવડ
કલોલમાં આવેલ વર્કશોપ ખાતે એસટીનું સ્ટેન્ડ આવેલ છે. અહીંથી રોજ લોકો મુસાફરી કરે છે. પરંતુ બસોવાળા બ્રિજ ઉપરથી જ લઇ જતા વિધાર્થીઓ,નોકરિયાતો તેમજ મુસાફરોને અગવડ વેઠવાનો વારો આવ્યો છે.
આ બાબતે મહેસાણા એસટી ડિવિઝન તેમજ કલોલ ડેપોમાં પણ અસંખ્ય વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ લાવવામાં આવતું નથી. બસો નીચે ના આવતા ઘણી વખત ખાનગી વાહનોમાં મોંઘુ ભાડું ખર્ચીને મુસાફરી કરવી પડી રહી છે. જો નીચે બસ લાવવાનું કહેવામાં આવે તો ડ્રાયવર-કંડકટર બબાલ કરતા હોય છે.
લોકો રોજ અપડાઉન કરતા હોવાથી અગાઉથી ભાડું ચૂકવીને પાસ કઢાવેલ છે પરંતુ વર્કશોપ બ્રિજ નીચે બસો ના આવતી હોવાથી તેમજ કલોલ ડેપોમાંથી મર્યાદિત બસો હોવાને કારણે તે ચુકી જવાય તો ભાડું ખર્ચીને પણ જવું પડે છે જેને કારણે ડબલ આર્થિક નુકશાન થાય છે. આ સ્થિતિને જોતા એસટી વિભાગ અહીં પોતાના ટ્રાફિકના માણસોને મૂકીને બસો નીચે લાવવાના પ્રયત્નો કરે તે જરૂરી છે.
આપના વિસ્તાર કે ગામમાં થતા ગેરકાયદે કામોની માહિતી અમારા ફેસબુક મેસેન્જરમાં આપો, ઓળખ ગુપ્ત રહેશે
પાનસર-ઝુલાસણ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોમાં રોષ
કલોલ ફાટક પાસે આવેલ શૌચાલય નર્કાગાર બન્યું,ફરિયાદ ઓફિસ બનાવવા રજુઆત
નગરપાલિકા કલોલને રખડતી ગાયો-આખલામુક્ત ક્યારે કરશે
1 thought on “કલોલના વર્કશોપ બ્રિજ ઉપરથી બસો લઇ જવાતા મુસાફરો રઝળ્યા”