કલોલ નગરપાલિકાના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું 

કલોલ નગરપાલિકાના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું 

Share On

કલોલ નગરપાલિકાના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

કલોલ નગરપાલિકાના જાહેર હેતુનો પ્લોટ નંબર 120 જે પંચવટી ડ્રેનેજ પંપીંગ સ્ટેશન નજીક આવેલો છે. અહીં એક હોલનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ હોલનું બાંધકામ એક મહિના પહેલા અટકાવ્યું હતું, જોકે અત્યારે રજાનો લાભ લઈ અને ત્યાં સ્લેબ ભરવાનું કામ ચાલુ કરાયું હતું.


આ બાબતની ફરિયાદ નગરપાલિકાને મળી હતી. જેને પગલે નગરપાલિકાની દબાણ ટીમ દ્વારા તાત્કાલિક બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું. આમ આ બાંધકામ તોડી અને પ્લોટનો જાહેર હેતુ માટેનો વપરાશ થાય એ માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની જગ્યામાં બાંધકામ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છેઉલ્લેખનીય છે કે કલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી પુલ જોશમાં ચાલી રહી છે  નગરપાલિકા દ્વારા નળતરરૂપ દબાણ હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરતા શહેરીજનોમાં રાહત જોવા મળી છે.

 

કલોલ સમાચાર