કલોલ તાલુકા પોલીસે નજીવી કિંમતના દારૂ-જુગારના કેસ કર્યા, મોટા મગરમચ્છો સલામત

કલોલ તાલુકા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં પાનસર ગામમાંથી 400 રૂપિયાનો જુગારનો મુદ્દામાલ અને છત્રાલમાંથી 600 રૂપિયાનો દેશી દારૂ જપ્ત કર્યો છે. જોકે સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આવી નાની કાર્યવાહીઓથી મોટા બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના મુખ્ય સૂત્રધારો બચી જાય છે.
કલોલ તાલુકાના અનેક ગામડાઓમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પોલીસ દ્વારા નાના કેસોમાં તવાઈ બોલાવીને દેખાડો કરવામાં આવે છે, પરંતુ મોટા બુટલેગરો સામે કડક કાર્યવાહી થતી નથી. આ અંગે સવાલ ઉઠી રહ્યા છે કે શું પોલીસ નાના કેસો કરીને મોટા મગરોને બચાવવાનો પ્રયાસ કરે છે?સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસે બુટલેગરોના મુખ્ય નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દારૂના વેચાણને સંપૂર્ણ રીતે નાથવું જોઈએ.
પોલીસ દ્વારા મોટાભાગે નાના પાયાના દેશી દારૂના કેસો ઝડપવામાં આવે છે, જ્યારે મોટા બુટલેગરો અને દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે નોંધપાત્ર કાર્યવાહીનો અભાવ જોવા મળે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નાના કેસો કરીને પોલીસ મોટા ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરે છે.પોલીસે નાના કેસો પર ધ્યાન આપવાને બદલે દારૂ અને જુગારના મોટા નેટવર્કને નિશાન બનાવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આવી કાર્યવાહીથી જ તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી શકાશે.