કલોલમાં તિરંગો લહેરાવી અને ફટાકડા ફોડી ભારતની જીતનો જશ્ન મનાવાયો

કલોલમાં તિરંગો લહેરાવી અને ફટાકડા ફોડી ભારતની જીતનો જશ્ન મનાવાયો

Share On

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારત ન્યૂઝીલેન્ડને હરાવીને વિશ્વ વિજેતા બન્યું છે. ભારતના આ ઐતિહાસિક વિજયની ખુશી સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહી છે, ત્યારે કલોલમાં પણ વિજયનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો.

કલોલ પૂર્વમાં આવેલા સિદ્ધાર્થ શોપિંગ સેન્ટર ખાતે ભાજપના લોકપ્રિય આગેવાન શ્રી નિલેશભાઈ આચાર્યના જનસેવા કાર્યાલય પર ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની જીતની જાહેરાત થતાની સાથે જ કાર્યકર્તાઓએ દેશની આન, બાન અને શાન સમાન ‘તિરંગો’ લહેરાવી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે આકાશ ફટાકડાના ગુંજારવથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એકબીજાને પેડાં ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને જીતની ખુશી વહેંચી હતી. આ વિજય મહોત્સવમાં ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય ટીમની આ અદભૂત સિદ્ધિને વધાવી લીધી હતી.

કલોલ સમાચાર