શાહે કલોલની જનતા પાસે કઈ વસ્તુની માંગ કરી
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ભારત માતા ટાઉન હોલ, કલોલ ખાતે અંદાજિત રૂ ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજનો શિલાન્યાસ અને સરદાર બાગના નવિનીકરણના કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું. તે પૂર્વ શાહે કલોલ તાલુકાના ભોયણ મોટી ખાતે વિવિધ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ભોયણ મોટીથી લઈને કલોલ સભા સ્થળ સુધીના પથ પર નાગરિકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે શાહ નું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
શાહે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપા સરકારના માધ્યમથી બીવીએમ ફાટક પરનો ઓવરબ્રિજ નાગરિકોના પરિવહનમાં સુગમતા અને કલોલના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ભારત માતા ટાઉનહોલમાં કલોલના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હોય કે ન હોય અમે કામ કરવા માટે બંધાયેલા છીએ તેમ શાહે ઉમેર્યું હતું.
કલોલની જનતાએ નગરપાલિકા,કાઉન્સિલર, સંસદ સભ્ય આપી દીધો છે. હવે બસ એક ખાનું ખાલી રાખી દીધું છે. લોકોને ધારાસભ્યનું ખાનું પૂરવાની અપીલ કરતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે કલોલ મત વિસ્તાર સમગ્ર ગુજરાતમાં સૌથી વિકસિત મત વિસ્તારની સ્પર્ધામાં ઉભો રહે એની ગેરેન્ટી આપું છું. અમિત શાહે કલોલની વિધાનસભા બેઠક ભાજપને આપવા કહ્યું હતું. જેને પગલે હોલમાં બેઠેલા લોકોએ તેને વધાવીને હર્ષોલ્લાસ સાથે આ બેઠક આપવાનું બૂમો પાડી પ્રત્યુત્તર આપ્યો હતો.
કલોલમાં અમિત શાહના હસ્તે સરદાર બાગ અને રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત, જુઓ ફોટા
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
2 thoughts on “કલોલને કમળ જેવું બનાવવાની જવાબદારી મારી : અમિત શાહ”