કલોલમાં આધેડે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યુ
દિવસેને દિવસે માનવ સમાજ વિકૃત થતો જાય છે તેનો એક કિસ્સો કલોલમાં નોંધાયો છે. કલોલના એક આધેડે ફૂલ જેવી દસ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતા લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પરિવારે બદનામી ના ડરે 20 દિવસ સુધી પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરાઈ છે.
કલોલ તાલુકાના ખાત્રજમાં આધેડે દસ વર્ષની બાળકી પર બળાત્કાર ગુર્જાયો હતો. ઝારખંડનો પરિવાર ખાત્રજમાં રહી ફેક્ટરીમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ઘરના સભ્યો નોકરીએ ગયા હતા ત્યારે પાડોશમાં આવતો દિલીપ નારાયણ મંડલ બપોરે ઘરમાં ઘુસી ગયેલ હતો. તેણે બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કહેશો મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાંજે બાળકીએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પાડોશીને વાત કરી હતી. આરોપીએ સારવાર માટેનું કહ્યું હતું જોકે પરિવારે બદનામી ના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.
કલોલમાં એક બિલ્ડરની ગાડી રોકી હુમલાનો પ્રયાસ થતા ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઈ
દુષ્કર્મ બાદ બાળકીને સતત પેટમાં દુખવો રહેતા બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે આરોપીને તેના ઘરમાંથી જ દબોચી લીધો હતો. પોલીસે આરોપી દિલીપ મંડલની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે લોકોએ આરોપી પર ચોમેરથી ફિટકાર વરસાવ્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો