શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું…..

ગત તારીખ 6/11/2022 ના રોજ ગુરુદ્વારા વતી ગુરૂસીંગ સભા કલોલ દ્વારા શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનકજી નો 554 મો પ્રકાશવર્ષ જે કારતક સુદ પૂનમ દેવ દિવાળીના દિવસે છે. તે નિમિત્તે ભવ્ય શોભા યાત્રા ગુરુ ગ્રંથ સાહેબની સવારી સાથે કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા કલોલ ગુરુદ્વારા થી નીકળી ખમાર ભુવન, ટાવર ચોક, નંદલાલ ચોક, ખૂની બંગલા સ્ટેશન રોડ થી પસાર થઈ કલોલ ગુરુદ્વારા ખાતે પરત ફરી હતી. આ યાત્રામાં શીખ સમાજ તેમ જ અન્ય સમાજના લોકો પણ હાજર હતા. આ ઉપરાંત શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ દેવ દિવાળીના દિવસે ગુરુદ્વારા ખાતે ભજન કીર્તન અને અતૂટ લંગર( ભંડારો) નો પ્રોગ્રામ પણ ઉજવવામાં આવશે.
