કલોલમાં આ વખતે મતદારોએ બળદેવજી ઠાકોરને જીતાડવા મન બનાવી લીધું છે, વાંચો કેમ
કલોલમાં આ વખતે મતદારો કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરને જીતાડવાનું મન બનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે. બળદેવજી ઠાકોરની જનસભાઓમાં સ્વયંભૂ જનતા ઉમટી રહી છે તેમને મત આપવાનો કહી રહી છે. બળદેવજી ઠાકોરે છેલ્લા 10 વર્ષ દરમિયાન નાનામાં નાના માણસનું કામ કરી આપ્યું છે જેને કારણે તેમની લોક ચાહના માં અનેક ગણો વધારો થયો છે
કોઈપણ વ્યક્તિ તેમની ઓફિસે કામ લઈને જાય તો કામ સફળતાપૂર્વક થઈ જાય છે. બળદેવજી ઠાકોરે પોતાના કલોલ મત વિસ્તારમાં જન સંપર્ક પણ જાળવી રાખ્યો છે. તેઓ નિયમિત પણે કલોલ તેમજ તાલુકાના ગામડાઓમાં રાઉન્ડ પણ નીકળતા હોય છે લોકોની સમસ્યાઓ જાણતા હોય છે તેમજ તેના નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે જેને લઈને મતદારોનો સંપૂર્ણ વિશ્વાસ બળદેવજી ઠાકોર પર છે.આ વખતે ચૂંટણી પ્રચાર માં તેઓએ દરેક ગામડાની મુલાકાત લીધી છે કલોલ ના દરેક વોર્ડની મુલાકાત લીધી છે ત્યાં જઈને તેમની કામગીરી વર્ણવે છે જેને લઈને મતદારો પણ પ્રભાવિત થયા છે.
બીજી તરફ સામે પક્ષે ભાજપના ઉમેદવાર નવા હોવાથી તેમને પ્રજા તો શું પણ પક્ષના કાર્યકરો પણ ઓળખતા ન હોવાની વિગતો સાંપડી છે.જેને લઈને કલોલમાં આ વખતે મતદારોનો મૂડ બળદેવજી ઠાકોર તરફ હોવાનો પ્રસ્થાપિત થઈ રહ્યું છે.