કલોલના પેટ્રોલ પંપ પર લુંટારૂ ત્રાટક્યા, 24 હજાર પડાવી પલાયન

કલોલના અલુઆમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર લુંટની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને લુંટારુઓ ચોવીસ હજારની માલમત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. જેને પગલે કર્મચારીએ ફરિયાદ નોધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત અનુસાર પેથાપુર મહુડી હાઇવે પર આવેલ શ્રીજી પેટ્રોલ પંપ પર રાત્રી દરમિયાન બે વ્યક્તિઓ આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ મ્હો પર રૂમાલ બાંધેલ હતો. ઓફીસમાં આવીને તેમણે લાઈટ બંધ કરી દીધી હતી અને કર્મચારીને સુવડાવીને લાફો મારી દીધો હતો. બીજા વ્યક્તિએ તેના ખિસ્સામાંથી 24,000 રૂપિયા કાઢી લીધા હતા. આ બાદ ભાગી છૂટ્યા હતા. જેથી પંપના મેનેજર અને માલિકને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા અને ગુનો નોંધાવ્યો હતો.
For more News Log in : https://kalolsamachar.online/
