કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ

Share On

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં માનનીય ધારાસભ્ય લક્ષ્મણજી પંજાજી ઠાકોરે અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશન પર તારીખ 08.12.2023 ના રોજ ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દૌલતપુર ચોક, ટ્રેન નંબર 19223/19224 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22931/22932 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કર્યો. આ ત્રણ ટ્રેનોના સ્ટોપેજથી કલોલ શહેરની આસપાસના ગામોની જનતાને વિવિધ મહત્વપૂર્ણ શહેરોમાં જવા માટે સીધી ટ્રેન ઉપલબ્ધ થશે. જેનાથી લોકોના સમય અને પૈસાની પણ બચત થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1.  ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ (દૈનિક)

ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસનો 08.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.00/10.02 કલાક રહેશે. આ રીતે ટ્રેન નંબર 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 14.28/14.30 કલાક રહેશે.

2.  ટ્રેન નંબર 19223/19224 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસ (દૈનિક)

ટ્રેન નં.19223 અમદાવાદ-જમ્મૂતવી એક્સપ્રેસનો 08.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 11.38/11.40 કલાક રહેશે. આ રીતે ટ્રેન નંબર 19224 જમ્મૂતવી-અમદાવાદ એક્સપ્રેસનો કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 12.35/12.37 કલાક રહેશે.

3.  ટ્રેન નંબર 22931/22932 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ (સાપ્તાહિક)

ટ્રેન નં. 22931 બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસનો 08.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.15/20.17 કલાક રહેશે. આ રીતે ટ્રેન નંબર 22932 જૈસલમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસનો 10.12.2023 થી કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 05.54/05.56 કલાક રહેશે.

 

કલોલ સમાચાર